કાલોલમાં ચોમાસાની વિદાય પૂર્વે કડાકા ભડાકા સાથેના વરસાદમાં ચોરા ડુંગરી ગામના એક મકાન ઉપર ઝાડ પડતાં બે મહિલાઓના મોત
તારીખ ૨૬/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પંથકમાં ગત મોડી સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ ગતિએ પવન ફુંકાયા બાદ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જયારે વીજળીના ચમકારા સાથે બુધવારે સાંજે વરસાદ પડતા કાલોલ ની આશિયાના સોસાયટીમાં રફિકભાઈ અબ્દુલ અજીત શેખના મકાનની દિવાલ ઉપર વીજળી પડી હતી જોકે કોઈ જાનહાની થઈ ન હતી જ્યારે બીજી તરફ કાલોલના સુથાર ફળિયામાં વિશાલ સુરેશભાઈ દરજીના મકાનમાં ધાબાની ઉપરના ભાગે વીજળી પડતા ધાબાની પેરાફીટને નુકસાન થયું હતું જો કે કોઈ જાણ હાની થઈ ન હતી. જોકે કાલોલ તાલુકાના ચોરાડુંગરી ગામમાં આંબાવાડીમાં વાવાઝોડા સાથે વરસાદ આવતા પીપળાનું વૃક્ષ ખેતરના છાપરા પર પડવાથી વૃક્ષ નીચે દબાઈ જવાથી બારીયા દિવાળીબેન ચંદુભાઈ રે ઘુસર ઉ.વ.૭૨ નું સ્થળ ઉપર મોત થયું હતુ જ્યારે ચૌહાણ ટીનીબેન કિશોરસિંહ રે. આંબાવાડીયુ ચોરા ડુંગરી ને ગોધરા ખાતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં મોત નિપજ્યું હતુ. જે અંગે વેજલપુર પોલીસ મથકે જાણવા જોગ નોધ કરી પોલીસે તપાસ પણ શરૂ કરી છે સમગ્ર બનાવવા બાબતે કાલોલ મામલતદાર દ્વારા સર્વે કરી જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી હતી. જોકે કડાકા સાથે વીજળી પડવાને કારણે કાલોલમાં ઘણા બધા વિસ્તારમાં વીજળીના ઉપકરણો બળી જવાનો પણ બનાવ બન્યો છે.