હાલોલ- ખોડીયાર નગરમાંથી સ્ટેટ વિજીલીયન્સ ટીમના દરોડા,સાડા પાંચ લાખ સહિતથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી ચાર ઈસમો સામે પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૯.૨૦૨૪
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમે બાતમીના આધારે હાલોલ તાલુકાના સાથરોટા ગામ ના રોડ પર આવેલ ખોડિયાર નગર માં આવેલ દુકાનમાંથી રૂપિયા 92120/ નો ભારતીય બનાવટના વિદેશી દારૂ ના જથ્થા સાથે દારૂનું વેચાણ કરતા ત્રણ આરોપીઓ ને ઝડપી પડી દારૂના વેચાણ અને લાવા લઇ જવા માટેના રૂપિયા 4 લાખ ના બે વાહનો અને રૂ.50000/- ના મોબાઈલ તેમજ દારૂના વેચાણ થી થયેલો રૂપિયા 29990 નો વકરો સહીત કુલ 5,72,110/- મુદામાલ કબજે કરી ચાર ઈસમો સામે પ્રીહિબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમને બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના રાહતળાવ ખાતે રહેતો દલપતસિંહ ઉર્ફે માધવસિંહ પરમાર સાથરોટા ગામના રોડ પર આવેલ ખોડિયાર નગર માં આવેલ દુકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્થો માંગવી વેચાણ કરે છે જે બાતમી ના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમે બાતમી વળી જગ્યા એ છાપો મારતા એક ઈસમ દુકાન ની બહાર અને બે ઈસમ દુકાન ની અંદર હતા તેમનું નામ થામ પૂછતાં બ્રિજેશ (ફૂલો) રયજીભાઈ પરમાર,મિતેષ (ઘેલો) રયજીભાઈ પરમાર બંને રહે ખોડિયાર નગર,હિતેશ છત્રસિંહ પરમાર રહે.સાથરોટા જણાવ્યું હતું.તેઓને દલપતસિંહ વિષે પૂછતાં તે હાજર ન હોવાનું જણાવ્યું હતું, પોલીસે તેઓને સાથે રાખી તપાસ કરતા ભારતીય બનાવટ ની જુદી જુદી બ્રાન્ડ ની દારૂની 839 બોટલ રૂપિયા 92120/- નો જથ્થો મળી આવ્યો હતો. સાથે દારૂના વેચાણ ના વકરા ના રોકડા રૂપિયા 29990/- તેમજ તેઓ પાસેથી રૂ 50000/- ના મોબાઈલ મળી આવ્યા હતા. દુકાન પાસે રાખેલ સ્કોપીઓ ગાડી અને મારુતિ વાન વિષે પૂછ પરાછ કરતા તેનો દારૂના વેચાણ અને લાવા લઇ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાવતા પોલીસે આ ત્રણેવ આરોપીઓ સાથે રૂપિયા 572110/- મુદામાલ કબજે કરી ચાર ઈસમો સામે પ્રીહિબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.