સિદ્ધપુરમાં યોઞાજલિ વિદ્યાવિહાર ખાતે સાવરણા નિર્માણ કાર્યશાળા યોજવામા આવી
બીજી ઓક્ટોબર ગાંધીજયંતીની યોઞાજલિ ખાતે દરવર્ષે વિશેષ પ્રવ્રુત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે જેમાં પણ સ્વચ્છતા એ મુખ્ય પ્રવ્રુત્તિઓ પૈકી એક છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે શાળા પરીસરમાં ઊભા ઝાડુ બનાવવાની કાર્યશાળા યોજાઈ હતી જેનો હેતુ શાળામા નવીન પ્રવેશ મેળવનાર બાળકો અને નવીન શિક્ષકો પણ કે જેઓ બુનિયાદી શિક્ષણથી અપરિચિત છે તેઓ ઝાડુ બનાવતા શીખે અને ગાંધી જયંતી સપ્તાહ દરમ્યાન વિશેષ સફાઈનો કાર્યક્રમ યોજાય ત્યારે અને વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય.
યોગાંજલિમા બુનિયાદી શિક્ષણ અપાય છે અને છાત્રાલય પણ ખરું જેથી નિયમિત આખા કેમ્પસમા ઊભા ઝાડુથી સફાઈ થાય.. જેથી દર વર્ષે
આવી કાર્યશાળા દ્વારા શાળામાં તમામ બાળકો અને કાર્યકર્તાઓ ઝાડુ બનાવતા શીખે છે અને ગાંધીજયંતીની ઉજવણીમા બાપુને ગમતું પ્રિય કામ સમૂહ સફાઈ કરવામાં આવે છે
આ કાર્યશાળા માં માર્ગદર્શક તરીકે શાળા નાં પૂર્વ શિક્ષક શ્રી રમણભાઈ મકવાણા અને સંસ્થા કાર્યકર શ્રી કિર્તી જી ઠાકોરે હાજર રહી સાવરણા નિર્માણ ની માહિતી આપી હતી તથા સમગ્ર કાર્યશાળા નું સંકલન અને વ્યવસ્થાપન શિક્ષક શ્રી રતિલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર