તા.૧૯.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી
કલેકટર યોગેશ નિરગુડે એ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. આગામી પખવાડીયામાં યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી કલેકટર યોગેશ નિરગુડે એ દાહોદ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. કાર્યક્રમના સુચારૂ સંચાલન બાબતે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.તદ્દઉપરાંત, પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, સર્વે પ્રાંત અધિકારીઓ નગરપાલિકા ચીફઓફિસરઓ ,મામલતદારઓ તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા