DASADAGUJARATSURENDRANAGAR

પાટડીના ટીંબાવાસના યુવકે ખારાઘોડા ગામમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી

તા.03/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ટીંબાવાસના યુવકે ખારાઘોડા ગામમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી પાટડી પોલીસે મૃતદેહને પીએમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી તપાસ શરૂ કરી હતી ત્યારે સાયબર ફ્રોડના કારણથી યુવકે આત્મ હત્યા કરી લીધી હોવાના અનુમાનના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે પાટડી શહેરના ટીંબાવાસ વિસ્તારમાં રહેતા 22 વર્ષના યુવક કરણ મેલાભાઈ ઠાકોરે ખારાઘોડા ગામ પાસે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેની જાણ આસપાસના લોકો સહિતનાઓને થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાટડી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી આથી પરિવરજનો તેમજ પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો પાટડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર યુવક કરણ મેલાભાઈ ઠાકોર સાયબર ફ્રોડનો શિકાર થયો હતો અને કોઈ પરપ્રાંતિય નંબરમાં મોટી રકમ ટ્રાન્સફર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો આથી સાયબર ફ્રોડના કારણથી મોતને વ્હાલું કર્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જ્યારે આશાસ્પદ યુવકની આત્મહત્યાથી માતા પિતા સહિત પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું યુવકની લાશ જોઈને પરિવારજનોના રોકકળ અને આક્રન્દથી વાતાવરણમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો ત્યારે સાયબર ફ્રોડના કારણથી યુવકે આત્મહત્યા કરી લીધી હોવાના અનુમાનના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!