BANASKANTHAGUJARATPALANPUR
સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ
3 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
“સ્વભાવ-સ્વચ્છતા,સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી ૧૭ સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત તા.૦૩ ઓકટોબરના રોજ પાલનપુર સ્થિત જિલ્લા માહિતી કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારની આગેવાની હેઠળ જિલ્લા માહિતી કચેરી,પાલનપુર ખાતે કર્મયોગીઓએ વૃક્ષારોપણ કરીને વૃક્ષોને ઉછેરવાની અને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી.





