MORBI:મોરબીના નાના જડેશ્વર ગામે ખાણ ખનીજ વિભાગ નો દરોડો
MORBI:મોરબીના નાના જડેશ્વર ગામે ખાણ ખનીજ વિભાગ નો દરોડો
(રીપોર્ટ શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં ગમે તે બાજુ જાઓ તમે ત્યાં તમને ખનીજ દ્રવ્યો ભરેલું ડમ્પર સામું મળશે.. અને મળશે.. ત્યારે ખાણ ખનીજ વિભાગે નાના જડેશ્વર ગામે એક ફરિયાદના આધારે દરોડો પાડતા ત્યાં ખનીજ ચોરી કરતું એક્સકેવેટર મશીન કબજે કરાયું છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદના આધારે નાના જડેશ્વર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં હાર્ડ મોરમ ખનીજનું બિનઅધિકૃત ખાણ કામ થતું હોવાનું સામે આવતા એક ટાટા હિટાચી કંપનીનું એક્સકેવેટર મશીન ઝડપી લેવામાં આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગની આ તપાસમાં આ બિન અધિકૃત ખાણ કામ એક્સકેવેકટર મશીન માલિક નકુલ ભરતભાઈ જાની રહે. નાના જડેશ્વર વાળા દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવતા તે મશીન ફીઝ કરીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દંડનીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.