ચોટીલાના જામવાળી ગામમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન પર દરોડો પાડી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.02/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની આગેવાની હેઠળની ટીમે આજે વહેલી સવારે જામવાળી ગામમાં સરકારી ખરાબામાં થઈ રહેલા ગેરકાયદેસર ખનન પર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન, સ્થળ પરથી એક ટ્રેક્ટર (ચેસિસ નંબર:MBNAK48AAPTAL49097) અને એક જનરેટર સહિત કુલ 6,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જપ્ત કરાયેલા વાહનોને વધુ કાર્યવાહી માટે ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વાહન માલિકોની ઓળખ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે એકવાર ઓળખ થઈ જાય પછી, જવાબદાર વ્યક્તિઓ સામે “The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017” હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ નાયબ કલેકટરની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.




