GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે ઉજવણી કરવામાં આવી 

 

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે ઉજવણી કરવામાં આવી

 

 

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી

મોરબી, વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે,વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય,વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું છે,એ માટે શૈક્ષણિક સત્ર દરમ્યાન *ટેન બેગલેસ ડે* ની જોગવાઈ કરવામાં આવેલ છે,એ મુજબ અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાલવાટીકાથી ધો.5 માં બાલમેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોએ ચિત્ર દોરવા,રંગપુરણી કરવી,ચીટક કામ કરવું,ઓરોગામી,ગડીકામ માટીકામ,ટપકાં જોડી ચિત્રો બનાવવા,બાળવાર્તા,બાળ નાટક જેવી પ્રવૃત્તિઓ કરી હતી એવી જ રીતે ધો.6 થી 8 માં લાઈફ સ્કિલ બાળમેળા અંતર્ગત બાળાઓને ગમતી પ્રવૃત્તિ મહેંદી મુકવી,ચોટલો ગૂંથવો, સોશિયલ મીડિયા અવેરનેસ નાટક,ફેન્સી ડ્રેસ શો,યોગ,વેસ્ટમાંથી બેસ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ 412 વિદ્યાર્થીનીઓએ હોંશેહોંશે કરી હતી.બેગલેસ ડે ને સફળ બનાવવા શાળાના તમામ સરસ્વત શિક્ષક બંધુ ભગીનીઓને ખુબજ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!