SABARKANTHA
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન

ગુજરાત રાજ્યની આરોગ્યની ચિંતા કરનાર એવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોરીવાડ ખાતે આજરોજ તા ૦૩-૧૦-૨૦૨૪ના યોજવામાં આવેલ હતું જેમાં વિવિધ દસ જેવા તજજ્ઞોએ આ આરોગ્ય શિબિરમાં હાજરી આપી હતી. આજ રોજ કેમ્પ માં કુલ ૫૭૮ લાભાર્થીઓ એ અલગ અલગ પ્રકારની સેવાઓનો લાભ લીધેલ. આ શિબિર નું ઉદ્ઘાટન આચાર્યશ્રી સુભાષભાઈ એમ.વણકર દ્વારા કરવામાં આવેલ હતું.
અહેવાલ:- પ્રતિક ભોઈ


