
તા.૨૩.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અભયમ ટીમ દ્વારા વરસાદમાં બેસી રહેલ બિનવારસી મહિલાને આશરો અપાવ્યો
દાહોદ શહેરમાં ઇન્દોર હાઈવે પર એક બિનવારસી મહિલા મળી આવતા કોઈ થર્ડપાર્ટીએ તેઓની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરતાં 181અભયમ મહીલા હેલ્પ લાઇન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને પીડિતાને સાંત્વના આપી તેઓ જોડે વાતચીત કરતાં પીડિતાએ પોતાનો પરિચય કરાવતા અલગ અલગ ગામનું નામ જણાવતા તેઓ થોડા અંશે માનસિક અસ્થિર જણાઈ આવેલ હોય અને હાલ તેઓને આશ્રયની જરૂર જણાતા અભયમ ટીમ દ્વારા તેઓને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આશ્રય અપાવેલ છે




