RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘એક પેડ મા કે નામ’ ૩.૦ અભિયાન અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરીમાં થયું વૃક્ષારોપણ

તા.૫/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: “વૃક્ષો નારાયણ હરિ”ની પંક્તિને અનુસરતા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત કચેરી પરિસરમાં પારસ પીપળો, લીમડા સહિતના રોપાઓનું વાવેતર કરીને, વૃક્ષજતન પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયાની પ્રેરણા અને નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.

આ ગ્રીન અભિયાનમાં સહાયક માહિતી નિયામક શ્રી રાધિકાબેન વ્યાસ, શ્રી પ્રિયંકાબેન પરમાર, શ્રી સંદીપ કાનાણી તેમજ સિનિયર સબ એડિટર શ્રી જીતેન્દ્ર નિમાવત સહિતના અધિકારીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વાવેલા તમામ વૃક્ષોનો ઉછેર કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

Back to top button
error: Content is protected !!