GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: દુબઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઇટ 6E 1452નું ટેકનિકલ કારણોસર રાજકોટ ખાતે સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ

તા.૨૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
૧૮૭ મુસાફરો અને ૭ ક્રૂ મેમ્બર્સ સહિત તમામ લોકો સુરક્ષિત
Rajkot: દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 1452 (એરબસ A321)ના કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો દેખાતાં, આ ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઇટમાં ૧૮૭ મુસાફરો અને ૭ ક્રૂ મેમ્બર્સ મળી કુલ ૧૯૪ લોકો સવાર હતા.
ફ્લાઇટમાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બપોરે ૧૪:૪૫ વાગ્યે ‘ફુલ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી અને વિમાને બપોરે ૧૫:૨૭ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર સલામત રીતે લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણ સુરક્ષિત છે.
હાલ રાજકોટ એરપોર્ટ ખાતે વિમાનનું ટેકનિકલ ઇન્સપેક્શન પર ચાલી રહ્યું છે. મુસાફરોની આગળની મુસાફરી સુચારૂ રહે તે માટે એરલાઇન દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.






