ચીખલી ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ નું આયોજન કરવામાં આવ્યું:
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
જી.સી.ઈ.આર. ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી પ્રેરિત બી.આર.સી ચીખલી આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ કુમાર – કન્યા પ્રાથમિક શાળા ચીખલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગણદેવી ના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયો હતો.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ચીખલી તાલુકાની 177 શાળાઓ પૈકી કુલ પાંચ વિભાગમાં 75 કૃતિ રજૂ થઈ હતી. ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે કૃતિ રજૂ કરનાર તમામ બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. સમારંભમાં શાબ્દિક સ્વાગત બી.આર.સી. કો. ઓ શ્રી અશ્વિનભાઈ પટેલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સી.આર.સી.કો.ઓ તથા બીટ નિરીક્ષકશ્રીઓ તથા વિવિધ સમિતિના સભ્યોએ ફાળો આપ્યો હતો. ભાગ લેનાર તમામ શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફીની વ્યવસ્થા લાયન્સ ક્લબ ચીખલી તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચીખલી દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખશ્રી રમેશભાઈ એલ. પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખડૉ. અમિતાબેન પટેલ, સિંચાઈ સમિતિ ના અધ્યક્ષ શ્રી નિકુંજભાઈ પટેલ, શ્રી કલ્પેશભાઈ દેસાઈ, શ્રી પરેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, ડાયટ લાઇઝન શ્રી ર્ડા.પ્રકાશભાઈ પટેલ, ટી.પી.ઈ.ઓ. ચીખલી ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ કુમાર શાળાના આચાર્યશ્રીસુનિલભાઈ પટેલે કરી હતી.