BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
વકફ બિલનો શાંતિપૂર્ણ વિરોધ:ભરૂચમાં 15 મિનિટ માટે લાઈટો બંધ કરી મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુસ્લિમ સમાજે વકફ બિલનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. 30 એપ્રિલે રાત્રે 9 વાગ્યે મુસ્લિમ સમાજના લોકોએ પોતાના ઘરો અને વ્યવસાયિક સ્થળોની લાઈટો 15 મિનિટ માટે બંધ રાખી હતી.
આગેવાનોની સૂચના મુજબ શહેરના પશ્ચિમ વિસ્તારની મુસ્લિમ સોસાયટીઓના રહેવાસીઓએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વકફ બિલ સામે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. લોકોએ લાઈટો બંધ કરીને શાંતિપૂર્ણ રીતે સંદેશો આપ્યો કે તેઓ વકફ બિલથી અસહમત છે. તેઓ આ બિલને લોકતંત્રની ભાવના વિરુદ્ધ માને છે. સમાજના લોકોએ વકફ બિલ પાછું ખેંચવાની માગણી કરી છે.