સાબરકાંઠા જિલ્લામાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ ૨૦૨૧ અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા બાબત

સાબરકાંઠા જિલ્લામાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ ૨૦૨૧ અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા બાબત


સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્રારા ધી ગુજરાત કિલનિકલ એસ્ટાબ્લીશમેન્ટ (રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન એક્ટ-૨૦૨૧) એન્ડ રેગ્યુલેશન નિયમો-૨૦૨૨ અને સુધારા નિયમો-૨૦૨૪ અન્વયે તબીબી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ-૨ ની કલમ-૬ મુજબ ફરજીયાત કરાવવાનું રહે છે.
ગુજરાત સરકારશ્રી દ્રારા ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે પોર્ટલ https://clinicalestablishment.gipl.in/ કાર્યાન્વિત કરવામાં આવેલ છે. જે પોર્ટલ પરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. આથી ગુજરાતમાં આ કાયદા હેઠળ આવરી લેવાયેલ તમામ ચિકિત્સા પધ્ધતિ એલોપેથી, આર્યુવેદ, હોમીયોપોથી,યુનાની, નેચરોપેથી, યોગા, અને સિધ્ધા હેઠળના તમામ કિલનિક હોસ્પિટલ, પ્રસુતિગ્રુહ, નર્સિગહોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, ઇમેઝીંગ સેન્ટર, દવાખાના, સેનેટોરીયમ વગેરે.. કે જે કિલનિકલ એસ્ટાબ્લીશમેન્ટની વ્યાખ્યામાં આવતાં હોય તેવા તમામ એકમોને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે, એક વર્ષ પુર્ણ થયેથી તેઓને કાયમી રજીસ્ટ્રેશન મેળવી લેવાનું રેહશે. આ કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યા વિના આવુ કિલનિકલ એસ્ટાબ્લીશમેન્ટ ચલાવવું કે તબીબી સારવાર કરવી તે ગુન્હો બને છે. આ સાથે વધુમાં, તા. ૩૧-૧૨-૨૦૨૪ સુધી સાબરકાંઠા જીલ્લામાં આવેલ ઉપરોક્ત તમામ સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જો સબબ બાબતે નોંધણી સમય મર્યાદામાં નહી કરવામાં આવે તો જે તે ચિકિસ્તાલયની જવાબદારી રહેશે. એમ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ




