GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હળવદ હાઈવે રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો:ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

 

MORBI:મોરબી હળવદ હાઈવે રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો:ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

 

 

મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ મોંમાઈ કોમ્પલેક્ષ સામે રોડ ઉપર કારે બે બાઈકને ઠોકર મારતાં યુવક સહિત ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી. બાદમાં અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હોવાથી આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ પાટણ જીલ્લાના વતની અને હાલ મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ આઇ.ટી.આઈની બાજુના શ્યામ પાર્ક સોસાયટી ૦૧ માં રહેતા જીલભાઈ લક્ષમણભાઈ પટેલ (ઉ.વ.૧૯) એ આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનુ સ્પ્લેન્ડર મોટર સાઈકલ રજીસ્ટર નંબર- GJ-09-Q -2105 વાળુ લઇ વાંકડા રોડ પરથી પોતાની હોટેલે જતા હતા ત્યારે મોરબી હળવદ હાઈવે રોડ ઉપર નીંચી માંડલ ગામની સીમમા આવેલ મોમાઇ કોમ્પલેક્ષની સામે એક કાળા કલરની અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેફીકેરાયથી પુરઝડપે ચલાવી ફરીયાદીની પાછળ આવી રહેલ સાથીના મોટરસાયકલ રજીસ્ટર નં MP-45-ZA-8596 વાળાની પાછળ ઠોકર મારી મો.સા ચાલકને સામાન્ય ઈજા તથા તેની પાછળ બેઠેલ સાથીને માઈનોર હેમરેજ જેવી ઈજા પહોચાડી ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નં GJ-09-Q-2105 વાળાની પાછળથી ઠોકર મારી ફરીયાદીને ઈજાઓ કરી નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા વગર પોતાની કર લઇ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!