નિવાસી અધિક કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ફેરપ્રાઇસ શોપ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ

નિવાસી અધિક કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ફેરપ્રાઇસ શોપ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લાના સસ્તા અનાજની દુકાન એસોસિએશનના જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારોની બેઠક નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલાની અધ્યક્ષતામાં યોજાય હતી.
સાબરકાંઠા જિલ્લામાં ફેરપ્રાઇસ શોપ (સસ્તા અનાજની દુકાનો)માં ચાલી રહેલ હડતાલને કારણે દિવાળીના તહેવાર સમય કાર્ડધારકો અનાજ થી વંચિત ન રહે, રેશનકાર્ડ ધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બેઠકમાં ચર્ચા કરાઇ હતી. અધિક કલેકટરશ્રી દ્રારા એસોસિએશનના હોદ્દેદારોને માર્ગદર્શન આપી બે દિવસમાં તમામ લાભાર્થીઓના ચલણ જનરેટ થાય અને જેના નાણા ભરવા પાત્ર હોય તે પણ ભરાઈ જઈ સમય મર્યાદામાં માલ મેળવી લેવા જણાવ્યું હતું. તેમજ કાર્ડધારકોને સો ટકા લાભ વિતરણ થાય તે રીતે વ્યવસ્થા કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાની ૫૧૬ ફેર પ્રાઇસ શોપ દ્વારા સો ટકા ઈ કે.વાય.સી. આ માસના અંતમાં થઈ જાય તે જોવા પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા હડતાલના કારણે કોઈ રાશનકાર્ડ ધારકને મુશ્કેલી ન પડે તેની ખાત્રી હોદ્દેદારશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ


