GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પાટીદાર ધામ ના પ્રમુખ સેવક કિરીટ ભાઈ ના પુત્ર ઓમ નો જન્મ દિવસ આજ અનોખી રીતે ઉજવ્યો

MORBI:મોરબી પાટીદાર ધામ ના પ્રમુખ સેવક કિરીટ ભાઈ ના પુત્ર ઓમ નો જન્મ દિવસ આજ અનોખી રીતે ઉજવ્યો
આમ તો દરેક બર્થ ડે પાર્ટી કે કેક કાપી ને જન્મ દિવસ ઉજવતા હોય છે પરંતુ ઓમ નો જન્મ દિવસ કઈક અલગ રીતે ઉજવવામાં આવ્યો તેમા તેના મમ્મી ,બહેન અને મિત્રો દ્વારા કંકુ ચોખા થી ચાંદલો કરી શુભકામના આપી અને ત્યાર બાદ શેરી ગરબા માં દરેક બાળક ને બે બે વીરાંગના ની બૂક ભેટ માં આપી જેવી કે રાણી લક્ષ્મીબાઇ ,અહલ્યાબાઇ હોલકર ,કલ્પના ચાવલા વગેરે ના જીવન કવન માથી પ્રેરણા લઇ દરેક ઘરે એક સંદેશો આપ્યો…અને સાઉન્ડ સિસ્ટમ માં હેપી બર્થ ડે અંગ્રેજી ગીત ની બદલે ગુજરાતી ગીત… અભિનંદન ..અભિનંદન ..જનમ દિવસ ના અભિનંદન…
ઘણું જીવો …ઘણું જીવો …ઓમ ભાઇ તમે ઘણું જીવો… તેવું ગુજરાતી ગીત વગાડી ગુજરાતી ભાષા નું ગૌરવ વધે અને આપડી સંસ્કૃતિ જળવાય તેવો એક સંદેશો સમાજ ને આપેલ….







