AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલાના ડુંગર ગામે હનુમંત હોસ્પિટલ મહુવા દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનુ આયોજન કરાયુ

અનેક મહાનુભાવો રહ્યા હાજર

સમાચાર કિનલ પંડ્યા

રાજુલાના ડુંગર ગામે હનુમંત હોસ્પિટલ મહુવા દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનુ આયોજન કરાયુ

શ્રી જે.એન.મહેતા હાઈસ્કુલ ડુંગર તેમજ હનુમંત હોસ્પિટલ મહુવાના સયુંકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન શ્રી જે.એન.મહેતા હાઈસ્કુલ ડુંગર ખાતે કરવામા આવેલ.જેમા ૧૦૦ ઉપરાંત દર્દી નારાયણની તપાસ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવેલ.

ડુંગર ગામે યોજાયેલ ફ્રી મેડિકલ કૅમ્પમા મહુવા તેમજ આજુબાજુના તાલુકાના એકમાત્ર એવા પ્લમોનોલોજીસ્ટ અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ.બકુલ વી.કલસરીયા કે જેઓ મોટા રિંગણિયાળા ગામના વતની છે તેમના દ્વારા લોકોને ફ્રીમા તપાસ કરી નિદાન અને સારવાર કરવામા આવેલ.જયારે આંખની તપાસ ડૉ.મૌલિક વૈશ્ય અને જનરલ તપાસ ડૉ.પુનિત વ્યાસ દ્વારા કરવામા આવેલ.

હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે આયુષ્માન કાર્ડ દ્વારા લોકોને વિવિધ પ્રકારની સારવાર ફ્રી મા કરી આપવામા આવી રહી છે તેમજ ડુંગર ગામે સમગ્ર કેમ્પ દરમિયાન હનુમંત હોસ્પિટલના સેવાભાવી વ્યવસ્થાપક વિનુભાઈ વોરા,આચાર્ય જોરૂભાઈ વરુ,ટ્રસ્ટી શશીભાઈ મહેતા,રાજુભાઈ ખાચર,શાહ સાહેબ,રમેશભાઈ જોષી,જયેશભાઈ ઓઝા અને યોગેશભાઈ ભટ્ટ દ્વારા હાજર રહી કૅમ્પમા સુંદર સેવા આપી હતી જે યાદીમા જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!