અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા શાખા દ્ધારા સુપર સ્પેશિયલ ઓપીડી અને અધતન લેબોરેટરી મશીનનું ઉદઘાટન કરાયું
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા સુપર સ્પેશિયલ ઓપીડી અને અધતન લેબોરેટરી મશીનનો ઉદઘાટન સમારંભ યોજાયો.મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા સંચાલિત સુપર સ્પેશિયલ ઓપીડી અને અધતન લેબોરેટરી મશીનનો ઉદઘાટન સમારંભ યોજાયો.સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે રીબીન કાપી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા સંચાલિત સુપર સ્પેશિયલ ઓપીડી અને અધતન લેબોરેટરી મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું.વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા સેવાઓનો વેગ વધારતા જાહેર જનતાના લાભાર્થે નવીન સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગ અને અધતન લેબોરેટરી મશીનનો ઉદઘાટન સમારંભ યોજાયો. જેમાં સમારંભના અધ્યક્ષ ભીખુસિંહ (અન્ન નાગરિક પુરવઠા ગુજરાત રાજ્ય સરકાર) તથા શોભનાબેન. બારૈયા (સાંસદ સાબરકાંઠા / અરવલ્લી) એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભા વધારી હતી.તેઓએ રેડ ક્રોસમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ તથા બ્લડ કલેક્શન વાનનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ચેરમેન ભરતભાઈ પરમારએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા રેડક્રોસની સ્થાપના વર્ષ 2015 થી આજ સુધી કરેલ વિવિધ સેવાકીય કામગીરીઓની માહિતી આપી હતી તથા આગામી સમયમાં રેડક્રોસ દ્ધારા બ્લડ બેંક, ફિજિયોથેરાપી સેન્ટર, મેડિકલ સ્ટોર વગેરે સેવાઓ શરૂ કરવા અંગે માહિતી આપીહતી