BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ક્રાઈમ બ્રાન્ચે ચોરીની મોપેડ સાથે અંકલેશ્વરમાંથી એક ઇસમની કરી ધરપકડ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડી ગામની સફેદ કોલોની પાસેથી ચોરી થયેલ નંબર વિનાની ઍક્સેસ મોપેડ લઈ એક ઇસમ જી.આઈ.ડી.સી.ની પારસમણી ચોકડી પાસે ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કોસમડીની સફેદ કોલોનીમાં રહેતો સુનિલ પરબત નાયકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ઝડપાયેલા ઇસમ પાસે મોપેડ અંગેના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી 30 હજારનું મોપેડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!