શહેરા – ગોધરા હાઇવે માર્ગ પર આવેલા ટીમ્બા પાટીયા પાસેથી પસાર થતી લક્ઝરી બસ અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા-ગોધરા હાઇવે પર ટીમ્બા પાટિયા ચોકડી પાસે લકઝરી બસની ટક્કરે બોલેરો પીકઅપમાં સવાર ૧૩ જેટલા મુસાફરોને ઈજા,તમામ ઈજાગ્રસ્તોને સૌપ્રથમ શહેરા અને વધુ સારવાર માટે ગોધરા ખસેડાયા.બોલેરો પીકઅપમાં સવાર મુસાફરો સંજેલી થી ખેડા જિલ્લામાં ડાંગર કાપવા મજૂરી કામઅર્થે જતા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા – ગોધરા હાઇવે માર્ગ પર આવેલા ટીમ્બા પાટીયા પાસેથી પસાર થતી લક્ઝરી બસ અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો,બોલેરો પીકઅપ ગાડી દાહોદના સંજેલી થી ખેડા તરફ જઈ રહી હતી તે સમય દરમ્યાન ટીમ્બા પાટિયા પાસે પાછળથી આવતી લકઝરી બસે બોલેરો પીકઅપને ધડાકાભેર ટક્કર મારતા બોલેરો પીકઅપ રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી ગઈ હતી,જેને લઈને બોલેરો પીકઅપમાં સવાર ૧૮ ઉપરાંત મુસાફરોમાંથી ૧૩ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી,ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને કરાતા એસ.આર.પી. અને શહેરા લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી,સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.ત્યારબાદ ઈજાગ્રસ્ત મુસાફરોને ૧૦૮ મારફતે શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા,જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા રીફર કરાયા હતા.અકસ્માતને પગલે ઘટના સ્થળે વાહનચાલકો સહિતના ટોળા પણ ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટક્કર મારનાર લક્ઝરી બસને પકડી પાડી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. જોકે બોલેરો પીકઅપમાં સવાર મુસાફરો ડાંગર કાપવા મજૂરી કામ અર્થે સંજેલી થી ખેડા જિલ્લામાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન અકસ્માતની ઘટના બની હતી,જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.






