GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાયદેસરની પત્ની હોવાની હકીકત પુરવાર ન કરતા સેશન્સ કોર્ટે અરજદારની અપીલ નામંજૂર કરી કાલોલ કોર્ટ નો હુકમ યોગ્ય ઠેરવ્યો.

 

તારીખ ૦૭/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના જેલી ગામે રહેતા કૈલાશબેન મંગળભાઈ દ્રારા વર્ષ ૨૦૧૭ માં મુકેશભાઈ રમેશભાઈ સોલંકી તેમજ તેમની માતા ભારતીબેન રમેશભાઈ સોલંકી (એબેટ) રે.ડાકોર વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમની કલમ ૧૨ મુજબ કાલોલ ના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી આપી હતી જે અરજીમાં મુકેશભાઈ સોલંકી તેઓના પતિ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને માત્ર ૧૪ દિવસના લગ્નજીવન બાદ તેઓ પિયર આવ્યા હતા અને ત્યારબાદ ગત તા ૦૫/૦૯/૧૭ ના રોજ ઝગડો કરી પહેરેલ કપડે કાઢી મુકેલ ની વિગતો થી ઘરેલુ હિંસા અને માસીક ભરણપોષણ સહિત મિલકત માં ભાગ અને ત્રાસદાયક કૃત્ય નું વળતર મેળવવાં અરજી દાખલ કરી હતી કાલોલ કોર્ટે દ્વારા આ અરજી નામંજૂર કરવામાં આવી હતી જે હુકમથી નારાજ થઈ કૈલાશબેન હાલોલ ના સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી અને સામાવાળા મુકેશભાઈ રમેશભાઈ સોલંકી ના મકાનો માં ભાગ મેળવવા માસીક રૂ ૨૦ હજાર નુ ભરણ પોષણ મેળવવા અને ત્રાસદાયક કૃત્ય બદલ રૂ ૩૦ લાખનું વળતર અને સ્ત્રીધન પરત મેળવવા માંગણી કરી હતી.જે અપીલના કામે એડવોકેટ એસ એસ વણકર હાજર રહી દલીલો કરી હતી જેમા મુખ્યત્વે અરજદાર મહિલાને વચેટિયાઓ મારફતે લગ્ન માટે માત્ર જોવા માટે ડાકોર ખાતે ભેગા થયા હતા અને અનુકૂળ ન આવતા આગળ કોઇ વાતચિત થઈ નહોતી તે સિવાય ની કોઈ વિગતો ખરી નથી સામાવાળા સરકારી કર્મચારી હોવાથી માત્ર પૈસા પડાવવા અરજી કરી હોવાનું જણાવ્યું હતું વઘૂમાં કાલોલ કોર્ટેમા ભરણ પોષણની અરજી પણ નામંજૂર થવાના ડરે વિડ્રો કરી લીધી છે. તમામ રેકર્ડ ઉપરના પુરાવા જોઈ પંચમહાલ હાલોલ ના ત્રીજા એડિશનલ સેશન્સ જજ બી ડી પરમાર દ્વારા અરજદાર સામાવાળા સાથે લગ્ન કર્યા હોવાનુ અને લગ્ન સીવાય પણ પતી પત્ની તરીકે રહેતા હોવાનુ પુરવાર કરી શકેલ નથી જેથી નીચલી કોર્ટ ના હુકમમા કોઇ હસ્તક્ષેપ કરવો ઉચિત જણાતો ન હોય કાલોલ કોર્ટે નો હુકમ યોગ્ય હોવાનુ ઠરાવી અરજદારની ઘરેલુ હિંસા અધિનિયમ કલમ ૨૯ મુજબની અપીલ અરજી નામંજૂર કરી છે.આમ કાયદેસરની પત્ની ના હોવા છતા, ઘરેલુ હિંસા તથા ભરણપોષણની કાલોલ કોર્ટમા અરજીઓ કરનાર મહિલાની છેવટે હાલોલની એડીશનલ સેશન્સ કોર્ટે પણ ઘરેલુ હિંસાના કાયદા હેઠળની અપીલ ફગાવી દેતા મહિલાઓની સામાજીક સુરક્ષા અને કલ્યાણ માટેના કાયદાઓનો દુર ઉપયોગ કરનારાને ફટકાર પડતા ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!