નસવાડી તાલુકાના કુકરદા ગામનાં ડુકટા ફળિયાના લોકો તંત્ર વાકે રસ્તા ઉપર પડેલા મોટા મોટા ખાડાઓ જાતે પુરાવા મજબૂર.

મૂકેશ પરમાર ,નસવાડી
નસવાડી તાલુકાનું કુકરદા ગામ ડુંગર ની તળેટીઓ વચ્ચે આવેલું ગામ છે અને ગામમાં 10 જેટલા ફળિયા આવેલા છે અને 4000 હજાર થી વધુની વસ્તી આવેલી છે ડુંગર વિસ્તાર હોય રસ્તા ઉપર કોતર પણ વધારે આવેલા છે જ્યારે ગામ સુધી પાકો રસ્તો આવેલો છે પરંતુ પાકા રસ્તાથી ફળીયા સુધી જોડતા રસ્તા હજુ પણ કાચા છે જયારે ડુકટા ફળીયા નો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે અને રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા હતા અને રસ્તો બિસ્માર બની ગયો છે જેના લીધે ફળિયાના લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે જયારે કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ આ ફળિયા સુધી પહોંચી નાં સકે તેવી સ્થિતિ નથી જેના લીધે ગ્રામજનો એ વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય પરિણામ શુન્ય છે હાલ તો ડુકટા ફળીયા નાં લોકો બિસ્માર રસ્તા ને લઇને પાવડા તગાડા લઈને ભેગા થયા હતા અને રસ્તા ઉપર આવેલા મોટા મોટા ખાઓમાં માટી તેમજ પથ્થર નાખી જાતે પુરાણ કરી રસ્તો વ્યવસ્થિત કરવા મજબૂર બન્યા છે જ્યારે તંત્રના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરે છે અને આવા ગામોની મુલાકાત કરતા નથી જેના લીધે ડુકટા ફળિયા ના લોકો જાતે મહેનત કરી રસ્તાઓના ખાડાઓ પૂરવા મજબૂર બન્યા છે 





