
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી તત્વોનાં ઉપયોગથી થતી ખેતી, પ્રાકૃતિક ખેતી એટલે સેન્દ્રીય ખાતરનાં ઉપયોગથી થતી ખેતી જેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક તત્વોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેનાથી જમીનનું બંધારણ સુધરે છે. સેન્દ્રીય ખાતરનાં ઉપયોગ વડે પ્રાકૃતિક ખેતીથી મેળવેલ પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે. અને માનવ જીવન તંદુરસ્ત બને છે. સાંપ્રત સમયમાં પ્રાકૃતિક ખેત પેદાશોની માંગ પણ વધી રહી છે ત્યારે બહેનો પ્રાકૃતિક ખેતી કરી ખેતપેદાશોના માર્કેટિંગ થકી આર્થિક ઉપાર્જન મેળવી પગભર થઈ સ્વાવલંબનની દિશામાં આગળ વધી શકે તે માટે આવી તાલીમો ખરા અર્થે સખીમંડળની બહેનો માટે ઉપયોગી નીવડે છે.



