Dhoraji: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ધોરાજીમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

તા.૭/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામેગામ તથા શહેરી વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ભાગરૂપે ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હતી. નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો, વિવિધ ચોક, જાહેર જગ્યાઓ સહિત સ્થળો ખાતે સફાઈ કરી શહેર સ્વચ્છ રાખવા સહયોગ પૂરો પાડવા લોકોને અપીલ પણ કરી હતી.
તાજેતરમાં જ ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ સંસ્થાઓ, નાગરિકો, સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા હતા. આ સ્વચ્છતા અભિયાનને રાજયસરકાર દ્વારા ૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો સામૂહિક રીતે જોડાઈ રહ્યા છે. ધોરાજી ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાન હેઠળ જાહેર રસ્તાઓને સ્વચ્છ કરવામાં આવ્યા હતા.





