આણંદ CVM યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પોલીસ અધિક્ષક જી. જી. જસાણી ઍ આપી હાજરી

આણંદ CVM યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પોલીસ અધિક્ષક જી. જી. જસાણી ઍ આપી હાજરી
તાહિર મેમણ- આણંદ- 19/12/2025 – આણંદ CVM યુનિવર્સિટીની વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે ‘આજના યુવાનોમાં મૂલ્યોનું સિંચન’ વિષય પર નિષ્ણાત વ્યાખ્યાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં પરંતુ મજબૂત ચારિત્ર્ય જ વ્યક્તિને સાચા અર્થમાં સફળ બનાવે છે” તેમ પોલીસ અધિક્ષક જી. જી. જસાણી જણાવ્યુ
સી.વી.એમ. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર અને ડીન એકેડેમિક્સ શ્રી પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયાના માર્ગદર્શનથી વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે 19 ડિસેમ્બર 2025ના રોજ વિશેષ વ્યાખ્યાન અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ‘આજના યુવાનોમાં મૂલ્યોનું સિંચન’ (Value Inculcation in Today’s Youth) વિષય પર વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જી. જસાણી (IPS) તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ, વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજના પ્રિન્સિપાલ ડો. નિરાલી સોની ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના ઉદ્બોધનમાં શ્રી ગૌરવ જસાણીએ આજના ઝડપી યુગમાં યુવાનો માટે નૈતિક મૂલ્યો, શિસ્ત અને સામાજિક જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં પરંતુ મજબૂત ચારિત્ર્ય જ વ્યક્તિને સાચા અર્થમાં સફળ બનાવે છે. આ પ્રસંગ વધુ યાદગાર ત્યારે બન્યો જ્યારે ચારુતર વિદ્યામંડળના આદરણીય પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલના 75માં જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શ્રી ગૌરવ જસાણી અને અન્ય મહાનુભાવોના હસ્તે પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું.





