GUJARAT
મિંઢોળ ગામે નવરાત્રી મહોત્સવ નિમિત્તે લોક ગાયિકા ઉર્વી રાઠવાએ ગરબામાં રમઝટ બોલાવી
ફૈઝ ખત્રી..શિનોર નવરાત્રી નામ સાંભળતા ની સાથે જ પગ આપમેળે થનગનાટ કરવા લાગે છે.ગુજરાતીઓમાં દર વર્ષે નવરાત્રીનો અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે.ત્યારે શિનોર તાલુકાના મિંઢોળ ગામે પણ છેલ્લા પાંચ વર્ષથી ઠાકોર સમાજ મિંઢોળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.તે જ રીતે ચાલુ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પણ દરરોજ ના અલગ અલગ કલાકારો ખેલૈયાઓને મોંજ કરાવવા આવે છે.ત્યારે નવરાત્રી ના ચોથા નોરતે લોક ગાયિકા ઉર્વિ રાઠવાએ પોતાના ગરબાના તાલે ખેલૈયાઓને ગરબા ની મોજ કરાવતાં ગરબામાં ભારે રમઝટ જામી હતી.






