ધાંગધ્રા તાલુકાના વસાવડા ગામ પાસેથી દીપડાનો મૃતદેહ મળતાં ચકચાર મચી
ધ્રાંગધ્રા વન વિભાગને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

તા.09/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા વન વિભાગને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામ નજીક આવેલી ધ્રાંગધ્રા વસાડવા રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો રાહદારીઓ દ્વારા ધ્રાંગધ્રા વન વિભાગને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વસાડવા ગામે રેલ્વે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી આ બનાવ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે થોડા સમય અગાઉ પાટડી તાલુકાની નગવાડાની સીમ અને ખારાઘોડા રણમાંથી બે દીપડા મૃત હાલતમા મળી આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામ નજીક આવેલી ધ્રાંગધ્રા વસાડવા રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવ અંગે રાહદારીઓ દ્વારા ધ્રાંગધ્રા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃત દીપડાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં રેલવે ટ્રેક પરથી એક દીપડો મૃત હાલતમાં મળી આવતા ધ્રાંગધ્રા પંથકમાં દીપડાની હાજરીથી લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે ધ્રાંગધ્રાના વસાડવા ગામે રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.




