વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત” પાલ દઢવાવ ખાતે વીરાંજલી વન અને શહીદ વન રોશનીથી ઝળહળી ઉઠ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
*”વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત” પાલ દઢવાવ ખાતે વીરાંજલી વન અને શહીદ વન રોશનીથી ઝળહળી ઉઠ્યું*
******







વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે.
જનભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતેના વીરાંજલી વન અને શહીદ વનને આકર્ષક રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગથી શણગારવામાં આવ્યુ છે.આદિવાસી સ્મારક વીરાંજલી વન અને શહીદ વનને મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવતાં આ નજારો જોઈ આસપાસના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
******



