GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કુમાર શાળા ખાતે નવરાત્રિ ના પાવન અવસરે ગરબાનું આયોજન કરાયું

તારીખ ૦૯/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ કુમાર શાળા ખાતે નવરાત્રી મહોત્સવ પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ બાળકો, કાલોલ કુમાર શાળાનો સ્ટાફ, એસ.એમ.સી સભ્યો તેમજ વાલી ગણે ઉપસ્થિત રહીને સમગ્ર ગરબાના ઉત્સવને માણ્યો. સ્ટાફ મિત્રોએ બાળકોને નવરાત્રી અને ગરબાનું મહત્વ સમજાવી સર્વેને પ્રેરિત કર્યા હતા જ્યાં બાળકો પર્વને અનુરૂપ રંગબેરંગી કપડાં પહેરી લાવ્યા અને ગરબા, રાસ, ત્રણ તાળી, હીંચ અને ટીમલી રમીને ખૂબ જ દિવ્યતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.






