વિજાપુર સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે ગરબા નો ડેકોરેશન કરતા વીજ કરંટ લાગતા બે યુવકો અને બે બાળકો ને ઈજા એક બાળક નુ મોત
શાળાની બેદરકારી મુદ્દે મૃતક બાળકના પરીવાર જનોનો સંચાલક સામે રોષ
ન્યાયિક તપાસ કરવાની પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે રાત્રીના ગરબાનો કાર્યક્રમ હોવાથી શાળામાં ડેકોરેશન માટે લાઈટ લગાવવા મા આવી રહી હતી. બપોરના શાળામાં બે યુવકો અને શાળાના ત્રણ બાળકો સીરીઝ નુ કામ મા મદદ કરવા જતાં વીજ કરંટ લાગતાં બે બાળકો આદિત્ય જીતેન્દ્ર ભાઈ ભાટિયા તેમજ સુજાન કૌશિક ભાઈ ચૌધરી અને બે યુવકો સુજલ ગોસ્વામી અને કુલદીપ શર્મા ને ઈજાઓ પોહચી હતી જેમને ખાનગી દવાખાને લઇ જવાયા હતા.જ્યારે સેન્ટ જોસેફ સ્કૂલ ધોરણ ૯ મા અભ્યાસ કરતો અને હોસ્ટેલ મા રહેતા સાબરકાંઠા વડાલી નો આર્યરાજ ઉપેન્દ્રસિંહ સિસોદિયા નામના બાળકને સરકારી જનરલ હોસ્પીટલ મા લાવવા મા આવતા જ્યાં ડોકટરો એ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેની જાણ પરીવાર જનો ને કરતા તેઓ દવાખાને આવી પોહચ્યા હતા. જેને લઇ ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. બાળક ના પિતા ઉપેન્દ્ર સિંહ સિસોદિયા એ શાળા સંચાલક જોય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો શાળાની આવી બેદરકારી ને પગલે શાળા સામે યોગ્ય પગલાં ભરવા ની માંગ કરી હતી. શાળાના બનાવને પગલે પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડા શાળા ઉપર પોહચી ગંભીર પરિસ્થિત ઉપર કાબૂ મેળવ્યો હતો આર્યરાજ ઉપેન્દ્રસિંહ નામના બાળકને ૧૦૮ મારફત દવાખાને લાવવા મા આવ્યો હતો જયાં બાળકને ડોકટર દ્વારા મૃત જાહેર કર્યો હતો જેને લઇને મામલો ગંભીર બન્યો હતો. પરિસ્થિતિ ની ગંભીરતા જોતા ડી.વાય.એસ.પી વસઇ લાડોલ ની પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો.




