કાલોલ તાલુકાના સુરેલી સહકારી દૂધ ઉત્પાદક ડેરીનાં સ્ટાફ તેમજ ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી
તારીખ ૧૦/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગામે આવેલ ઉત્પાદક ડેરીમાં ચેરમેન પદને લઈને બબાલ ઉભી થઇ છે ત્યારે વાત કરીએ તો તારીખ ૬/૧૦/૨૦૨૪ ના રોજ સહકારી મંડળીમાં ટેસ્ટર તરીકે નોકરી કરતા ફતેસિંહ ઉદેસિંહ પટેલ ને સુરેલી ગામનાજ પ્રશાંતભાઈ ગુલાબસિંહ પરમાર તથા રવિભાઈ ભગવાનદાસ પટેલ ડેરી ઉપર આવીને ડેરીનાં સેક્રેટરી સંજયભાઈ કિરીટસિંહ પરમાર નું કોટિયું પકડીને બે ત્રણ થપ્પડો મારીને ગંદી અને બીભત્સ માં બેન સમાની ગાળો બોલીને કહેવા લાગેલ કે તમે ચેતનાબેન નું ચેરમેન પદેથી રાજીનામું લઈલો અને પ્રશાંત કેહવા લાગેલ કે મારે ચેરમેન બનવાનું છે તેમ કહીને ઝગડો કરવાં લાગ્યા હતા ત્યારે તેમને ઝગડો કરવાની ના પાડતા બન્ને ધમકી આપતા કેહવા લાગેલ કે હું ડેરીને તાળું મારી દવ છુ તેમ કહેતા હતા જેથી ડેરીનાં વાઇસ ચેરમેન સંદીપસિંહ પટેલ ને ડેરી માં બોલાવ્યા હતા અને બીજા ડેરીનાં સભ્યો પણ ડેરીમાં આવતા તેમની સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બન્ને ઈસમો ફરી રૂમમાં આવીને ટેબલ પર જોરજોરથી હાથ પછાડી ચેતનાબેન ને તું રાજીનામું આપીદે નહીતો જાનથી મારી નાખીસ તેવી ધમકીઓ આપીને બધાને જોઈ લઈશ અને તેમે કેવા દૂધ ડેરીનાં ચેરમેન બનીને રહો છો તેમ કહી ગાળો બોલતા બોલતા ડેરી ઉપરથી જતા રહ્યા જેથી ચેરમેન અને વાઇસ ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા બન્ને ઈસમો સામે નામ જોગ પોલીસ ફરિયાદ સુરેલી સહકારી દૂધ ઉત્પાદક ડેરીનાં ચેરમેન ચેતનાબેન દ્વારા નોંધાવતા વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.