GUJARATSAYLASURENDRANAGAR

સાયલા તાલુકાના મદારગઢ પ્રાથમિક શાળામાં નવરાત્રી અનુસંધાને વિદ્યાર્થીઓને જલેબી ગાંઠિયાના અલ્પાહાર કરાવ્યો.

તા.10/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની શ્રી મદારગઢ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ મન ભરીને ગરબા ગાઈ માતાજીની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના શિક્ષક ધારાબેન જુવાનસિંહ સોલંકી તરફથી તમામ વિદ્યાર્થીઓને જલેબી ગાઠીયાનો અલ્પાહાર કરાવ્યો હતો સાયલા પે – સેન્ટર શાળા નં ૩ ના આચાર્ય ભરતસિંહ રાઠોડ, તથા સી.આર.સી. જુવાનસિંહ તથા મદારગઢ શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ પરમાર તથા શિક્ષક કેવલભાઈ પટેલ નાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!