આદર્શ વિદ્યાલય, વિસનગરના માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું

10 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તથા ઉત્સાહી વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતિ વર્ષાબેન ચૌધરીના માર્ગદર્શન નીચે તારીખ-8 ઓક્ટોબર 2024 ના રોજ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યેની રસરુચિ વધે તથા આત્મસૂઝ કેળવાય અને પ્રતિભા કૌશલ્ય વધે એ હેતુથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા અનેકવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેવી કે સોલર પાવર, ઈલેક્ટ્રિસિટી જનરેટર, પાણીનો બચાવ અને સંગ્રહ તેમજ ખગોળીય ઘટનાઓની સમજ આપતી 13 કૃતિઓ નિહાળી સંકુલના સર્વે સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા.આમ સમગ્ર વિજ્ઞાન પ્રદર્શનનું સુંદર આયોજન થયું હતું. જેનાથી વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની રસ-રુચિમાં વધારો થયો હતો.




