સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં શક્તિ પર્વ ૨૦૨૪ની ભાવભેર ઉજવણી
કલાકાર દેવ ભટ્ટ દ્વારા રજુ થયેલા માં નવદુર્ગાના ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા.

તા.10/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કલાકાર દેવ ભટ્ટ દ્વારા રજુ થયેલા માં નવદુર્ગાના ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા.
ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કલેકટર કે. સી. સંપટ સહિતના વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યમાં નવરાત્રી પર્વનો આરંભ થતાની સાથે જ લોકો માં નવદુર્ગાની આરાધનામાં લીન થઈ ગયા છે ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં શક્તિ પર્વ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે આયોજિત આ ‘શક્તિ પર્વ-૨૦૨૪’માં ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહીત પદાધિકારીઓ, કલેકટર કે. સી. સંપટ, પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે કલેકટર કે. સી. સંપટે નવરાત્રી પર્વની નાગરિકોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે માં ચામુંડાના સાનિધ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય સુંદર આયોજન જિલ્લા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વત્ર શાંતિપૂર્ણ માહોલમાં નવલી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે જુદી-જુદી રીતે લોકો આસ્થા સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે ભારતીય તહેવારો સાથે વૈજ્ઞાનિક કારણો પણ સંકળાયેલા છે દરેક તહેવાર કઈ ને કઈ જીવન સંદેશ પાઠવી જાય છે વધુમાં, તેઓએ દશેરા બાદ શરૂ થતા દીપોત્સવી પર્વની પણ સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે માતાજીની ભાવપૂર્ણ આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સુપ્રસિદ્ધ લોક કલાકાર દેવ ભટ્ટ દ્વારા માં નવદુર્ગાના ગરબાઓ રજૂ કરવામાં આવ્યા હતાં જેના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા.




