ધ્રાંગધ્રાના રાયગઢ ગામે ઘર વપરાશનો ગેસનો બાટલો લીકેજ થતાં બ્લાસ્ટ, ઘરમાં રહેલ વસ્તુઓનું મોટું નુકસાન થયું.

તા.12/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાયગઢ ગામે રહેતા રાજેશભાઈ ભુદરભાઈ નામના વ્યક્તિને ત્યાં ગેસનો બાટલો લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થયો હતો જેમાં બ્લાસ્ટના સમાચાર વાયુવેગે ફેલાતાની સાથે જ ગામના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા આ બ્લાસ્ટની તાકાત એટલી હદે તીવ્ર હતી કે ઘરની અંદરની તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને દીવાલ તથા છતના વિલાયતી નળિયા ઉડીને તૂટી પડ્યા હતા ત્યારે ઘરની સામગ્રી સહિત તમામ વસ્તુઓનો મોટું નુકશાન થયું હતું એટલું જ નહિ બાજુના ઘરના લોકોને પણ આ બ્લાસ્ટના લીધે ઘરમાં અસર જોવા મળી હતી ત્યારે આ બ્લાસ્ટના લીધે એક વ્યક્તીને ઈજા થઈ હતી પરિવારના મોભી રાજેશભાઈ ભુદરભાઈ સાથે વાત કરાતા રાજેશભાઈ જણાવ્યું હતું કે વિજયા દશેરાના દિવસે સવારે અમે પરિવારના લોકો માતાજીના નિવેદ કરવા માટે ગામમાં ગયા હતા ત્યારે દીકરી ઘરે એકલી હતી અને ચા બનાવતી સમયે બાટલાના રેગ્યુલર ઉપર અચાનક જ આગ નીકળતા થોડાક સમયમાં આગ ફાટી નીકળી હતી ત્યારે ઘરમાં રહેલા લોકો બહાર નીકળી જોત જોતા અચાનક જ ગેસના બાટલાનો બ્લાસ્ટ થયો હતો જેમાં બ્લાસ્ટ થવાના કારણે ઘરમાં રહેલી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી ઘરની દીવાલો તેમજ વિલાયટી નળિયાની છત સહિત તમામ ચીજવસ્તુઓનું મોટું નુકસાન થયું હતું દીકરીનો કરિયાવર સહિત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.





