પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જન્મદિવસે રકત તુલાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો.
જગદીશ ત્રિવેદી સાથે સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ડીએસપી સહીત સંતો મહંતોએ પણ રક્તદાન કરી 211 બોટલ એકત્રિત કરી

તા.12/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જગદીશ ત્રિવેદી સાથે સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ડીએસપી સહીત સંતો મહંતોએ પણ રક્તદાન કરી 211 બોટલ એકત્રિત કરી
ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૨/૧૦ ના રોજ તેમના મિત્રો, ચાહકો અને પ્રશંસકોએ જગદીશ ત્રિવેદીના સન્માન બદલે સેવાના સુત્રને સાર્થક કરતો મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરીને જગદીશ ત્રિવેદીની રકત તુલા કરી હતી આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, જીલ્લા કલેક્ટર કે. સી. સંપત, જીલ્લા પોલિસ વડા ડો. ગિરીશ પંડયા વગેરે મહાનુભાવોએ જગદીશ ત્રિવેદી સાથે રક્તદાન કરી આ કેમ્પનું ઉદઘાટન કરેલ હતું તદુપરાંત સ્વામીનારાયણ વિદ્યાર્થી ભૂવનનાં પુરાણી પૂજય મહાત્મા સ્વામી જેવા સંતો મહંતોએ પણ રક્તદાન કર્યુ હતું હીન્દુ મુસ્લિમ જૈન ઈસાઈ અને બૌદ્ધ એમ પાંચ ધર્મના લોકોએ સ્વયંભૂ રક્તદાન કરતાં સી. યુ. શાહ મેડીકલ કોલેજના સ્ટાફ પાસે લોહીના સંગ્રહની ક્ષમતા પુરી થઈ જતાં ર૧૧ બોટલ ૭૫ કીલો લોહી મેળવીને પછી રકત દાતાઓને ના પાડવી પડી હતી આમ કોઈ વ્યક્તિના જન્મદિને રક્તદાનમાં આટલો મોટો માનવ મહેરામણ ઊમટી પડે એવી ઝાલાવાડની આ અભૂતપૂર્વ ઘટના હતી પ્રજ્ઞાચક્ષુ મહીલા સેવાકુંજની નેત્રહીન દીકરીઓએ પણ રક્તદાન કરી જગદીશ ત્રિવેદી પ્રત્યેનો પોતાનો સદભાવ પ્રગટ કર્યો હતો આ તમામ ૨૧૧ બોટલ લોહી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અર્પણ કરવામાં આવ્યું હતું ૧૫૦ બોટલ સી. યુ. શાહ મેડીકલ કોલેજમાં અને ૬૦ બોટલ ગાંધી હોસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યુ હતું આમ સેવાના ભેખધારી સમાજ સેવકના જન્મ દિવસને ઝાલાવાડની જનતાએ ઉત્તમ સેવા સાથે ઉજવ્યો હતો.





