MEHSANAVISNAGAR

ગણેશપુરા(રાલી) ગામે યુવક મંડળ દ્રારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું

31 બહેનોએ સમૂહ આરતીમાં ભાગ લીધો

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર

ગણેશપુરા(રાલી) ગામે આઠમ ના દિવસે ચામુંડા યુવક મંડળ દ્રારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું.

વિસનગર તાલુકામાં ગામડે અને શહેર માં પાર્ટી પ્લોટ માં અને મહોલ્લા પોળો અને સોસાયટી જેવા વિસ્તારમાં પણ જગત જનની જગદંબાના આરાધના ના પ્રવિત્ર પર્વ નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે.

ગણેશપુરા (રાલી)ના ચામુંડા યુવક મંડળ ના સભ્યો અને સમસ્ત ગામ થકી આઠમના દિવસે ચામુંડામાતા ના ચોકમાં માટીના ગરબા અને રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે મહા આરતી નું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં 31 બહેનોએ મહા આરતીમાં ભાગ લીધો અને મા ચામુંડાની આરતી સમુહમાં મહા આરતી ઉતારી હતી.

ત્યારે બાદ માતાજીને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.તેના પછે જેમના માતાજીના માનતા માનેલ માટી ના ગરબા હતા તેમાં ઠાકોર લાલાજી,રણજીત અને નાગજી જેવા મિત્રોએ નાસ્તાનું આયોજન કરેલ હતું. તે રીતે આઠમ ની રાત્ર પૂર્ણ  કરી હતી.

Back to top button
error: Content is protected !!