કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા વિજયાદશમી નિમિતે ભવ્ય રેલી કાઢી સામુહિક શસ્ત્રપુજન કરાયુ

તારીખ ૧૨/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા દશેરાના પર્વે નિમતે શસ્ત્ર પૂજન તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા સાંસદ અને ક્ષત્રિય સમાજના આગેવાન રાજપાલસિંહ જાદવની આગેવાની હેઠળ શસ્ત્ર પૂજન કાર્યકમ યોજાયો જેમા કાલોલના ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહી દર વર્ષની જેમ આ વર્ષે પણ સસ્ત્ર પૂજન તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળના પ્રમુખ રાજપાલસિંહ જાદવએ શસ્ત્ર પૂજન બાદ સમાજની ચિંતા કરતા સમાજ રહેલા કુરિવાજો અને બિન જરૂરી ખર્ચ ના કરવા અપીલ કરી હતી તેમજ આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ માટે સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ શસ્ત્ર પૂજન પૂર્ણ થયા બાદ કાલોલ શિશુ મંદિર શાળાથી લઈ મધાવાસ ગોનેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય રેલીનું યોજી સમાજની એકતા પ્રદશન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવાનો વડીલો સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં રેલી પૂર્ણ થયા બાદ સ્વરુચિ ભોજન સાથે લઈ કાર્યકમ પૂર્ણ જાહેર કરાયો હતો.









