MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમની રઢીયાળી રાતે ડાંડિયારાસનું ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમની રઢીયાળી રાતે ડાંડિયારાસનું ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું

 

 

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમની રઢીયાળી રાતે ડાંડિયારાસનું ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતી તારીખ ૧૭/૧૦/૨૦૨૪ ને ગુરુવાર ના રોજ બ્રહ્મસમાજ ના પરિવાર માટે લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ લોન પાર્ટી પ્લોટ માં શરદ પૂનમની રઢીયાળી રાતની ઉજવણી દાંડીયારાસ સાથે કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના તમામ બ્રહ્મ સમાજના પરિવારોને શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કેશવ લોન પાર્ટી પ્લોટ ખાતે આગામી તારીખ ૧૭ ઓક્ટોબર ગુરુવારના સાંજે ૦૯:૦૦ કલાકે હાજરી આપવા અને શરદ પૂનમની રાત્રીના ચંદ્રની ચાંદની થી બનેલા દુધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહાર લેવા માટે પધારવા માટેનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે

અને એટલું જ નહિ આ બાબતે બ્રહ્મ સમાજ ની મહિલાઓ અથવા બહેનોને વધુ કાઈ તપાસ કરવી હોય તો બ્રહ્મ સમાજની મહિલા પાંખ અથવા અન્ય આગવેનો પાસેથી તમામ માહિતી મેળવી લેવા શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવતું શરદ પૂનમનું આ આયોજન બ્રહ્મસમાજના પરિવારોની સંખ્યાને ધ્યાનમાં રાખી અને વધુ સારો કાર્યક્રમ થાય તેવા ઉમદા હેતુથી લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ બેન્કેટ હોલ પાસે આવેલ કેશવ લોન પાર્ટી પ્લોટ ખાતે સર્વાનુમતે કરવામાં આવ્યું છે જેથી મોટી સંખ્યામાં બ્રહ્મસમાજની બહેનો અને દીકરીઓ તમેજ સંપૂર્ણ બ્રહ્મપરિવારજનો સાથે પધારો તેવું શ્રી પરશુરામ યુવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા હાર્દિક નિમંત્રણ છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!