શ્રી રામસેના પથ સંચલન અવધપુરી ભૂમિપૂજન તથા કાર્યાલય ઉદ્દઘાટન-કાવા
અહેવાલ:- પ્રતિક ભોઈ
શ્રી રામસેના પથ સંચલન અવધપુરી ભૂમિપૂજન તથા કાર્યાલય ઉદ્દઘાટન-કાવા*
શ્રી રામસેના પથસંચલન અવધપુરી ભૂમિપૂજન અને કાર્યાલયનું ઉદ્ઘાટન તારીખ-૭-૧૦-૨૦૨૪ ના રોજ અવધપુરી કાવા ખાતે શ્રી પ્રકાશભાઈ પરમાર ગાંધીનગર વિભાગ સંઘચાલક,શ્રી હિતેશભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા સહ-કાર્યવાહ,શ્રી અક્ષિતભાઈ પંચાલ સાબરકાંઠા જિલ્લા પ્રચારક ,શ્રી હાર્દિકભાઈ સગર ઈડર તાલુકા કાર્યવાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઈડર તાલુકાની તમામ તાલુકા કાર્યકારિણીની,કાવા ગામના પ્રત્યેક સમાજમાંથી સજોડે ઉપસ્થિત રહી પૂજા વિધિમાં સૌ કોઈ જોડાયા હતા. ગામના માર્ગદર્શક વડીલો, ઉત્સાહી યુવાનો અને કાર્યક્રમ માટે બનાવેલ સ્થાનિક ટીમે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. હિન્દુ સમાજના આ ભવ્ય કાર્યક્રમ માટે કાવા ખાતે અવધપુરી ભૂમિ ૨૧૦૦ સ્વયંસેવકના સ્વાગત માટે તૈયાર છે મિત્રો આપણા તાલુકા માટે ઇતિહાસ થવા જઈ રહ્યો છે એના પ્રત્યક્ષ સાક્ષી બનીએ.
*નિત્ય સાધના કરી સંગઠન સાધવું પડશે*