GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આતંકી ઘટનાના વિરોધમાં ભારે આક્રોશ સાથે મોરબી સજ્જડ બંધ પાળવામાં આવ્યું મૌન રેલી યોજી આતંકવાદીઓનું પૂતળાનું દહન કરવામાં આવ્યું

 

MORBI:આતંકી ઘટનાના વિરોધમાં ભારે આક્રોશ સાથે મોરબી સજ્જડ બંધ પાળવામાં આવ્યું મૌન રેલી યોજી આતંકવાદીઓનું પૂતળાનું દહન કરવામાં આવ્યું

 

Oplus_16908288

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાતો મોરબીમાં જોવા મળી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વેપારી સંસ્થાઓએ બંધનું એલાન કર્યું હતું જે મુજબ આજે મોરબીના વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો હિંદુ સંગઠનોએ મૌન રેલી યોજી પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો
કાશ્મીર આતંકી હુમલાના વિરોધમાં આજે મોરબી બપોર સુધી તમામ મુખ્ય બજારો બંધ રહી હતી મોરબીની પરા બજાર, તખ્તસિંહજી રોડ, સોની બજાર, ગ્રીન ચોક સહિતની બજારો બંધ રહી હતી તેમજ વ્યાપારી ઓ પણ બંધમાં જોડાયા હતા મોરબી ખાતે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ સહિતના હિંદુ સંગઠનોએ નવા બસ સ્ટેન્ડથી મૌન રેલી યોજી હતી જેમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, વેપારીઓ, સંગઠન આગેવાનો અને કાર્યકરો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા

Oplus_16908288

મૌન રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી ફરીને નગર દરવાજા ચોકમાં પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં આતંકીઓના પુતળાનં દહન કરી વિરોધ નોંધાવ્યો હતો મોરબીના વેપારીઓએ સજ્જડ બંધ પાળી આતંકીઓ સામે સમગ્ર દેશ એકજુટ હોવાનો સંદેશ આપ્યો હતો અને આવા કૃત્ય સાંખી લેવામાં નહિ આવે તેવો સ્પષ્ટ સંદેશ મોરબીમાં આપવામાં આવ્યો હતો

Check Also
Close
Back to top button
error: Content is protected !!