MORBI:નવરાત્રિ મહોત્સવમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૫૩૦ બાળાઓને લાણી વિતરણ કરવામાં આવી
MORBI:નવરાત્રિ મહોત્સવમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૫૩૦ બાળાઓને લાણી વિતરણ કરવામાં આવી
નવલા નવરાત્રિના નવ નવ દિવસોમાં મા શક્તિની આરાધના ચાચર ચોકમાં નવદુર્ગા સ્વરૂપે નાની મોટી બાળાઓ પ્રાચીન સંસ્કૃતિ જાળવવા ગરબે
ઘુમતી હોય છે એમાંય છેવાડાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને દાતાશ્રીઓ તરફથી અલગ અલગ વિસ્તારોમાં લાણી વિતરણ કરવામાં આવી હતી છેવાડાના શહેરી વિસ્તારોમાં શિવ શક્તિ ગરબી મંડળની ૬૦ બાળાઓ નવલખી રોડ પર આવેલા સાંઈ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ૧૦૦ લીલાપર પાંજરાપોળ જય માતાજી ગરબી મંડળની ૫૦ બાળાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારની વેજલપર ગરબી મંડળની ૧૩૦ તથા માળિયા (મિ) પોલીસ લાઈનની ૧૬૦ બાળાઓ એવી સર્વ જ્ઞાતિની બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના મુખ્ય દાતાશ્રીઓ લા મણિલાલ જે કાવર સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ પાસ્ટ ડિસ્ટરિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા પુર્વ પ્રેસિડેન્ટ લા ભીખાભાઈ લોરિયા તેમજ લા પંકજભાઈ વ્યાસ લા પરસોતમભાઈ વાધડીયા લા બિરેન્દ્ર સિંહ રાઠોડ અને લાયન સભ્યોના સહકારથી તથા રામજીભાઈ વાધડીયા જેવા દાતાશ્રીઓના સહકારથી આ ૫૩૦ બાળાઓને પ્રોત્સાહિત કરવા લાણી આપવામાં આવી આપણી ભારતીય સંસ્કૃતિ જાળવવા માટે આ બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ પાસ્ટ ડિસ્ટરિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ની પ્રેરક ઉપસ્થિતિમાં તથા પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજાની રાહબરી નીચે આ ગરબે રમતી બાળાઓને પ્રોત્સાહિત કરવા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્યો લા મહાદેવભાઈ ચિખલીયા લા નાનજીભાઈ મોરડીયા લા ઉપેશભાઈ પાડલિયા લા રશમિકાબેન રૂપાલાહાજર રહી ને આ નવરાત્રિ મહોત્સવમાં બાળાઓને પ્રોત્સાહિત કરવામા આવી તેમ સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે