Rajkot: રાજકોટમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોલેજ દ્વારા ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે રેલી યોજાઈ
તા.૨૪/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દર વર્ષે તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવાય છે. આ વર્ષની થીમ ‘યસ! વી કેન એન્ડ ટી.બી. : કમિટ, ઇન્વેસ્ટ, ડીલીવર’ છે. જેને ધ્યાને લઈને રાજકોટ શહેરમાં આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોલેજ દ્વારા પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડિંગથી મેડિકલ કોલેજ સુધી ક્ષય રોગની જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી હતી. જેમાં તબીબો સાથે વિદ્યાર્થીઓએ ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ના સુત્રોચ્ચાર કર્યા હતા.
આ તકે કોલેજના ટી.બી. અને ચેસ્ટ વિભાગના સહપ્રાધ્યાપકશ્રી ડો. ભૂમિકા પટેલ, મદદનીશ પ્રાધ્યાપકશ્રી બીના મોદી અને ડો. સાંઇ આદિત્ય નાયડુ દ્વારા ક્ષય અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. તેમજ કોલેજના ડીનશ્રી ડો. ભારતીબેન, સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. મોનાલીબેનના હસ્તે “નિક્ષય પોષણ યોજના” અંતર્ગત દાતાઓના સહયોગથી તૈયાર કરાયેલી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમ પી.ડી.યુ. કોલેજની યાદીમાં જણાવાયું છે.