BANASKANTHAGUJARATPALANPUR

જી. ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ, પાલનપુર. હેન્ડબોલ ચેમ્પિયન 

15 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આંતર કૉલેજ હેન્ડબોલ ટુર્નામેન્ટનું સરકારી સાયન્સ કોલેજ ઇડર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સીટી સંલગ્ન 10 કૉલેજઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં જી. ડી.મોદી કૉલેજ ઓફ આર્ટ્સ,પાલનપુર ચેમ્પિયન થઈ હતી. ટીમમાં હર્ષિદા ચૌધરીએ સૌથી વધારે ગોલ બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. ટીમની ખેલાડીઓ રિદ્ધિ, બેલા, નિષ્ઠા,હેતલ,રિયા, ધ્રુવી, ફાલ્ગુની, નિકિશા,કિંજલ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આ ચેમ્પિયન ટીમનું કૉલેજના આચાર્યશ્રી, ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબ તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડૉ.અમિત પારેખ સાહેબે સ્વાગત કરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કૉલેજના અધ્યાપકન ડૉ.વિજય પ્રજાપતિ અને ડૉ.નિલેશ પટેલે પણ ટીમને પ્રોત્સાહીત કર્યા. આ ટીમને તૈયાર ડૉ. વિપુલભાઈ દેસાઈ એ કરી હતી.

Back to top button
error: Content is protected !!