શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ઇડર ના વિધાર્થીઓનો ઉત્તર ગુજરાત ઝોન કક્ષા કલા ઉત્સવમાં ઉત્કૃષ્ઠ દેખાવ

તારીખ 25/8/25 ને સોમવારના રોજ શ્રી સી.જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલ અને કે.એન.હાઈસ્કૂલ મોડાસા ખાતે ઉત્તર ગુજરાત ઝોન કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર ઇડરના વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાનો ઉત્કૃષ્ઠ દેખાવ કરી સમગ્ર ઉત્તર ગુજરાત ઝોન કક્ષા એ લોકવાર્તા સ્પર્ધામાં મલ્હોત્રા સલોની -પ્રથમ ,સંગીત વાદન ટીમ પટેલ આયુષ – દ્વિતીય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત – સગર શ્રેયા -તૃતીય, સ્વર વાદ્ય દોશી દક્ષ તૃતીય, દ્રશ્ય કલા -દેવી નવ્યા અને ભટ્ટ જાનકી -તૃતીય , ભરતનાટ્યમ પટેલ પલ -તૃતીય ,નાટક ટીમ પરમાર ભવ્ય, પ્રજાપતિ હિમાંશુ,ભાટિયા ક્રીષિત,ભોઈ ઋષભ -તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને પરિવાર નું ગૌરવ વધાર્યું છે જેથી શાળાના આચાર્યશ્રી પી. કે.પટેલ , કેમ્પસ ડાયરેક્ટર શ્રી કે. જે. પટેલ તેમજ શાળા સંચાલક મંડળે વિજેતા તમામ વિધાર્થીઓ અને તેમના માર્ગદર્શક બહેન વીણાબેન ડી.ગઢવી ને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
જયંતિ પરમાર સાબરકાંઠા



