CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા તાલુકાના રેશમીયા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૧૮૬૦ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ

તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં રેશમીયા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રેશમીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં અરજદારોના જુદાજુદા ૧૮૬૦ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું આ સેવા સેતુ કાર્યક્રમમાં રેશમિયા, ડોસલીઘુના, લોમાકોટડી, મેવાસા (શેખલીયા) પીપળીયા(ધા), ચીરોડા (રાજ), કાબરણ, રાજપરા, પાંચવડા, મોકાસર, લાખચોકીયા, પીયાવા, પીપરાળી, હબીયાસર, હિરાસર, લાખણકા, સણોસરા, અકાળા, જશાપર, ખેરાણા, શેખલીયા, રામપરા(રાજપરા), ખાટડી, ત્રંબોડા, નાની મોરસલ, ભીમોરા સહીત કુલ ૨૬ જેટલા ગામનાં નાગરિકોએ લાભ મેળવ્યો હતો જેમાં ડીવમીંગને લગતી ૧૪૦૯ અરજી, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાબતે ૨૩૦ અરજી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા અંગે ૧૪ અરજી, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ૩૫ અરજી, રેશનકાર્ડમાં સુધારા કરવા માટે ૧૫ અરજી, આવકના દાખલા માટે ૧૫ અરજી સહીત નામોશ્રી યોજના, નવા વીજ જોડાણ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૧૮૬૦ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત ૧૧ જેટલા પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, તેમજ ૫૫ જેટલા લોકોને ડાયાબીટીસ અને બીપીની ચકાસણી કરી હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા હતા આમ, સેવા સેતુ કાર્યક્રમએ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ બન્યું છે રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!