સિદ્ધહેમ સેવા સંસ્થા દ્વારા પાટણ-સરસ્વતીની 600 ગંગાસ્વરૂપ – મહિલાઓનો મગરવાડા / અંબાજી યાત્રા પ્રવાસ યોજાયો
17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શરદ પૂનમની સાંજે પાટણ અને સરસ્વતી પંથકની 600થી વધુ ગંગાસ્વરૂપ મહિલાઓ અંબાજી ખાતે માં અંબાનાં ચાચર ચોકમાં ગરબે ઘૂમશે. પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા 11 લક્ઝરીઓ મારફતે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી ગંગાસ્વરૂપ મહિલાઓને અંબાજી / મગરવાડા ની યાત્રા માટે ગુરૂવાર શરદપૂર્ણિમા ના સવારે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રથમ યાત્રામાં શ્રી માણિભદ્ર વિર તિર્થ સ્થાન મગરવાડા ખાતે દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ દ્વારા તમામ 600 ગંગાસ્વરૂપ – મહિલાઓને ભોજન પ્રસાદી પીરસવા માં આવી હતી. વિશેષમાં અંબાજી , મગરવાડા તિર્થ સ્થાન સાથે યાત્રા નું આયોજન કરનાર પાટણની સિદ્ધહેમ સેવા સંસ્થા ના આયોજકો નું મગરવાડા તિર્થ સ્થાન દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.




